બાલા માતાની સ્મૃતિ અષ્ટક

સવિતા નારાયણ ને પામી, બાળ તુજ કલ્યાણી,
વાસ કર્યો છે વલાદ ગામે, નદી કાંઠડે તારું ધામ,
સપ્તાસ્વે સહે છે નિત્યે, મ્લેછો કેરો કરે વિનાશ,
નિત નિત તારું પૂજન કરતા, પીડા ગ્રહ ના આવે પાસ,
અરુણ સરોજે વાસ ધર્યો છે, પાસ ત્રિશુલ ને કુમકુમ લાલ,
રંગ ધર્યો છે બાળ સૂર્ય નો, સર્વાં ગેતું લાલ ગુલાલ,
રક્ત વસ્ત્ર ધારીને જે કો, સયમ પ્રાત: હેતુ ધ્યાય,
જે જે વાંછે તે તે તેને, પ્રાપ્ત કરે છે નિત્યે માન.
તું કલ્યાણી તું વરદાત્રી તું છે સૌની દયાનિધાન

સ્થાપન કરતા સન્મુખ તારું, પૂરે સૌના કૌંળ તમામ.
નિસહાર થઇ જળ ફળ ગ્રહીને, ભોમ રવિ એ કરે ઉપવાસ,
જાય કલેસ ને સૌભાગ્ય વ્યાધિ, કુટુંબ મધ્યે હોયે ત્રાસ.
અરુણા વરદા નિત્ય બાલા, સરોજ વાસા સોળસ ગોત્ત્રા,
ત્રીનાયના કમલા રકતા તું, અષ્ટનામ ધાત્રી હે બાલા.
બાલાષ્ટક જે કુળદેવી નું, નિત્ય પરોઢે ઉઠી ગાય ,
અરિષ્ટ બાધા ચંદ્રેશ તેના, દુ:ખ દારિદ્ર સઘળાં જાય.
|| શ્રી બાલામાતા કી જય ||
|| શ્રી સૂર્યનારાયણ ભગવાન કી જય ||