જ્ઞાતિજનોને વિનંતી

મેગેઝીન અપગ્રેડ કરેલ છે 

માહીતી મોકલવા વીનંતી 

બાલાર્ક સેવા સમિતિ

• બાલાર્ક સેવા સમિતિને જે કોઈ દાન આપ આપશો તે ઈનકમટેક્ષ ૮૦જી મુજબ Exemptions મળેલ છે. જેનો નંબર નીચે આપેલ છે જેની નોધ લેવી:
BALARK SEWA SAMITI
INCOMETAX (EXEMPTIONS)
NO DIT (E) 80G (5) / 492 / 06-07
VALID FROM 01-04-2006 TO 31-03-2008

(NOW WE HAVE GOT PERMANENT INCOME TAX (EXEMPTIONS)

• બાલાર્ક સેવા સમિતિ દ્વારા પરદેશમાંથી દાન મેળવવા FCRA DELHI RULES 1976ને અરજી કરેલ પણ બે વખત અલગ અલગ કારણે પરમીશન મળેલ નથી. જેથી પરદેશ માં વસતા જ્ઞાતિજનોને નમ્ર વિનંતી કે અમે કોઈપણ ફોરેન એક્સચેન્જ કરન્સી બાલાર્ક સેવા સમિતિ દ્વારા ચેક કે કેશ થી સ્વીકારી શકતા નથી. માત્ર તે રૂપિયા માં જ સ્વીકારી શકાય તો તે બાબતે સહકાર આપવા વિનંતી. આ ફોજદારી ગુનો હોવાથી કોઈપણ ફોરેન કરન્સી ચેક કે કેશ દ્વારા સ્વીકારી શકતા નથી તે માત્ર રૂપિયા માંજ સ્વીકારી શકાય છે તો આ બાબતે સહકાર આપવા વિનંતી.

• પરદેશ માંથી શ્રી દીપકભાઈ ભટ્ટ, શ્રી સુભાષભાઈ ઉપાધ્યાય, શ્રી મહેશભાઈ પંડ્યા, શ્રી ડૉ રોહિતભાઈ શુક્લા, શ્રી રવીન્દ્રભાઈ જોશી, શ્રી અભયભાઈ જોશી (આફ્રિકા), શ્રી નરેન્દ્રભાઈ પંડ્યા, શ્રી ઘનશ્યામભાઈ અમીન, શ્રી ચિંતનભાઈ ભટ્ટ અને ખાસ તો શ્રી સંદીપભાઈ ભુપેન્દ્રભાઈ ઠાકર કે જેમને જમણવાર – શિષ્યવૃત્તિ તેમજ તેમન મિત્રો દ્વારા જે મદદ કરેલ છે અને કરી રહેલ છે તે માટે ધન્યવાદને પત્ર છે. દર વર્ષે તેઓ ૩૬૫ ડોલર દસ વર્ષ સુધી સંસ્થાને આપશે જે માટે તેમને બે હાથે વંદન. બીજા ઘણા જ્ઞાતિજનો પણ મદદ કરે છે. બાલાર્ક સેવા સમિતિ પરદેશ માં રેહતા જ્ઞાતિજનો પાસે વસ્તીપત્રક માં માહિતી આપવા ઈ મેઈલ નો ઉપયોગ કરી મોકલશે તો વેબ સાઈટ માં અપગ્રેડેશન કરવામાં આવશે. આ બાબતમાં યુ એસ એ, આફ્રિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલીયા અને બીજા દેશો માં વળી આ ઉપરાંત પણ અમને માહિતી ના હોય તેવા દેશો માંથી માહિતી મોકલશો તો અમે અપના આભારી બનીશું. આ બાબતમાં બીજા જ્ઞાતિજનોને માહિતગાર કરીને મદદ કરી શકો છો.

• જ્ઞાતિમાં ઘણા ટ્રસ્ટો છે જેને માહિતી આપવાના ઉદ્દેશ ને ધ્યાન માં રાખીને અને કાયદાકીય અજ્ઞાનતા દુર કરવાના આશયથી અમે વસ્તીપત્રક માં વેબ સાઈટ પર પણ અમારા બંધારણ માં જે ફેરફાર થયેલ છે તે અને ફેરફાર રીપોર્ટ મંજુર થયેલ છે તે અને જજમેન્ટ ની નકલ(કોપી) છાપી છે જેથી ગેરસમજ ઉભી કરતાં ટ્રસ્ટો અને સંસ્થા ને બદનામ કરતાં થોડાક મુઠ્ઠી ભાર જ્ઞાતિ જનોને કાયદા વિશે જાણકારી થાય અને સાચી વસ્તુ જ્ઞાતિ સુધી પોહ્ચાડવાનો અમારો નમ્ર પ્રયાસ તે કોઈને કે સંસ્થાને બદનામ કરવાનો નથી. પણ સંસ્થા વિષે અમારી વિરુદ્ધ અરજી કરેલ છે એવા ખોટા ભ્રામક પ્રચાર થી જ્ઞાતિજનોને સાચી માહિતી મળે તે માટેનો અમારો સતત પ્રયાસ છે.જો જ્ઞાતિજનો જાગૃત હશે તો જે રજીસ્ટર્ડ ટ્રસ્ટો છે તેમની પાસેથી ચેન્જ રીપોર્ટ ની કોપી અને બંધારણ માં ફેરફાર થયેલ તેની કોપી માંગી જાગ્રત કરવાથીજ જ્ઞાતિના ટ્રસ્ટો બચી શકશે. જે જવાબદારી માત્ર જ્ઞાતિજનો ની જ છે. જો કુંભકરણ કે ધ્રુતરાષ્ટ્ર બનીને જીવશો તો બાલા માતા આપણને માફ નહિ કરે.

• સમગ્ર જ્ઞાતિ માટેની માહિતી અને ઐતિહાસિક લેખ લખી આપનાર સમગ્ર ભારત માં જેમની નામના છેતેવા ઈતિહાસવિદ શ્રી ડૉ રશેષ જમીનદાર  ની સંસ્થા ખાસ રૂણી છે. તેમજ બીજી ઐતીહાસીક  માહિતીસભર લેખ દ્વારા સ્વ સુમન્તરાય ચીમનલાલ ભટ્ટનો પણ સંસ્થા આભાર માનીને ૠણ અદા કરે છે તેમના યોગદાન ની બાલાર્ક સેવા સમિતિ બે હાથે વંદન કરી તેમના પ્રશંસનીય કાર્ય ને બિરદાવે છે. ફરીથી સંસ્થા તેમની ઋણી છે. અને આ રીતે તેમની સતત સેવા જ્ઞાતિજનોને મળે તેવી બાલા માતા ને પ્રાર્થના.