આમુખ

મંત્રી : શ્રી ચંદ્રકાંત ભટ્ટ

તા. ૨૩-૯-૮૨ ના દિવસે ટ્રસ્ટના શિલ્પી શ્રી એસ એમ ગલ સાહેબ ના હાથે રજિસ્ટ રજીસ્ટર્ડ થયેલ. બાલાર્ક સેવા સમિતિ ટ્રસ્ટ ૧૯૮૨માં સ્વ. બંસીલાલ બાપાલાલ પંડ્યાના વરદ હસ્તે ઉદઘાટન પામી તા. ૨૩-૯-૨૦૦૭ના રોજ ૨૫ વર્ષ પુરા કરે છે. તે નિમિત્તે આ વસ્તીપત્રક સમગ્ર જ્ઞાતિના ચરણોમાં અર્પણ કરતાં આનંદની લાગણી અનુભવું છું. બાલામાતાની અસીમ કૃપાથી જ આ શક્ય બન્યું છે.

વસ્તીપત્રક બહાર પડવાની પ્રણાલી માટે શ્રી કનીભાઈ ઠાકરે તેમના મોટાભાઈ સ્વ. કાન્તીભાઈના સ્મરણાર્થે ૧૯૬૯માં વસ્તીપત્રક બહાર પડેલ. ત્યારબાદ સ્વ. વાડીલાલ વિઠ્ઠલદાસ ના અધ્યક્ષ સ્થાને વર્ષ ૧૯૭૨માં વસ્તીપત્રક બહાર પાડેલ. ત્યારબાદ લાંબાગાળે ૧૯૯૭માં બાલાર્ક સેવા સમિતિ દ્વારા વસ્તીપત્રક બહાર પડ્યા બાદ વર્ષ એપ્રિલ ૨૦૦૭માંઆપનીસમક્ષ અમે આ વસ્તીપત્રક મુકીએ છીએ. સાથે સમગ્ર જ્ઞાતિમાં નવતર અભિગમથી વેબસાઈટ દ્વારા સમગ્ર જ્ઞાતિજનો દુનિયામાં ગમે તે ખૂણેથી માહિતી મેળવી શકે – માહિતી મોકલી શકે અને આ વસ્તીપત્રકમાં દર વર્ષે નવા સુધારા-વધારા સાથે અપગ્રેડેશન (વેબસાઈટ પર) કરી શકે તેવી વ્યવસ્થા કરેલ છે.

જેમાં આપનો સાથ-સહકાર ખુબજ જરૂરી છે. જાહેરાતો દ્વારા માહિતી દ્વારા અમે તેને જીવંત રાખવા પ્રયત્નશીલ છીએ જ. જેમાં આપ જ્ઞાતિજનો જ કેન્દ્રસ્થાને છો. જેમાં આપ સહયોગ આપો તો જ તે શક્ય બને.

ઊંડા દુઃખ સાથે લખું છું કે ઘણા સહકાર્યકરો – ટ્રસ્ટીઓ તેમજ ઘણા જ જ્ઞાતિજનો પોતાની બાબતો આપવા તેમજ સંસ્થાને સહકાર આપવામાં નિષ્ક્રિય રહ્યા છે. સમય નથી તે બહાનું કડી યોગ્ય છે જ નહિ. હું બીએસ એન એલ (બીએસ એન એલ ની ૧૧૧નિ સ્કીમ)નો ખાસ આભારી છું કે જેના દ્વારા કઠલાલ – કપડવંજ – મહેમદાવાદ – સુરત – આણંદ – ગાંધીનગર – નડિયાદ અને બીજી રીતે કહું તો ડૉ. હિતેશ ઠાકર જેમણે મને બીએસ એન એલ નો ઉપયોગ કરી વડોદરા નું વસ્તીપત્રક ફક્ત એકજ અઠવાડિયામાં સીડી પર તૈયાર કરી આપીને જે માર્ગ ચીંધ્યો છે તે માટે તેમને જેટલા ધન્યવાદ આપું તેટલા ઓછા છે.

શ્રી શૈલેશભાઈ જોશી અને શ્રી નીલેશભાઈ જોશી ના સહયોગ અને સહકાર માટે સંસ્થા તેમનો ખુબ-ખુબ આભાર મને છે.

અહી એવા ઘણા નામો છે જે લખતો નથી કારણકે નામ રહી જાય તો કોઈને દુઃખી કરવું મને પાલવે તેમ નથી. તમામ જ્ઞાતિજનો જેમણે સંસ્થાને જાહેરાત દ્વારા ખાસ તો શ્રી અનિલભાઈ એ જોશી (મુંબઈ) ૨૦૦૦૦ રૂપિયા આપી અને ડૉ હિતેન્દ્રભાઈ દ્વારા પ્રોત્સાહિત કાર્ય તેમનો હું ખાસ આભાર માનું છું. શ્રી મદનલાલભાઈ ભટ્ટ (ભટ્ટ પરિવાર) તેમજ રાજા રામભાઈ (માધુપુર મંદિર પરિવાર), શ્રી અનિલભાઈ ભટ્ટ જેમને અંદર ના પાના માટે પૈસા આપ્યા અને જે હાથ લંબાવ્યો તે માટે એમને વંદન કરું છું. સ્વ. બટુકભાઈ ભાઈશંકર ઠાકર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી ભુપેન્દ્રભાઈ ઠાકર અને શ્રી ચંદ્રકાન્તભાઈ ઠાકર, કપડવંજ માંથી શ્રી ભુપેન્દ્રભાઈ ભટ્ટ કઠલાલ માંથી શ્રી યોગેશભાઈ ભટ્ટ, આણંદ માંથી ડૉ અશ્વિનભાઈ અને શ્રી આનંદશંકર ભટ્ટ, સુરત માંથી શ્રી અનિલભાઈ ભટ્ટ, સરસવણી માંથી શ્રી ગીરીશભાઈ જોશી, ગાંધીનગર માંથી શ્રી પ્રમોદભાઈ જોશીએ જાહેરાત દ્વારા ખાસ મદદ કરી છે. શ્રી હેમંતભાઈ પંડ્યા (યોગી પાઈપ), શ્રી મુકેશભાઈ ગોહિલ – એમ એમ ગ્રાફિક્સ તથા સોનલ સોની – દેવાંશી ગ્રાફિક્સ , શ્રી રશ્મીકાંત પટેલ (ડી ટી પી ), શ્રી વસીમભાઈ ( ડી ટી પી ) અને શ્રી ભાવીતભાઈ સોની (મોર્ડન પ્રિન્ટર્સ) નો પણ આ વસ્તીપત્રક બનાવવામાં ખુબ મોટો ફાળો છે. તથા શ્રી નિકુંજભાઈ કે જેમણે વેબસાઈટ તૈયાર કરીને સંસ્થા માટે ખુબ મોટું કામ કર્યું છે.

સ્વ. જીતેન્દ્રભાઈ જયશંકર પંડ્યા જેઓ આ સંસ્થા ના પાયાના કાર્યકર હતા તેમની સેવાઓને હું ગદ્ ગદ્ કંઠે બિરદાવું છું અને શ્રધાંજલી અર્પું છું. બાલાર્ક સેવા સમિતિના પ્રમુખશ્રી શ્રી ભુપેન્દ્રભાઈ ઠાકર જેમના સાથ સહકાર આશિર્વાદ અને માર્ગદર્શન તેમજ યોગદાન માટે તેમનો હું ઋણી છું. તેમનું માર્ગદર્શન સંસ્થા ને સતત મળશે અને સંસ્થા પ્રગતિ કરશે તેવી અભ્યર્થના. આવા ઘણાજ નામો છે જેનું લીસ્ટ અમે મેગઝીન માં આપીએ છીએ જ. તેમને હું કોટી કોટી વંદન કરું છું. ખાસ તો શ્રી ચંદ્રકાન્તભાઈ ઠાકર અને શ્રી ભવાનીશંકર દવેનો ફાળો નાનો સુનો નથી.તેમણે જે ઉર્જા આપી તે મારા માટે મનનીય છે. ફરીથી જાહેરાતો આપનાર અને આ ભગીરથ કાર્ય માં મદદ કરનાર નામી-અનામી લોકોને બે હાથે મારા વંદન

ઘણા લોકો જાહેરાત માટે વચનબદ્ધ હતા પણ કોઈક દબાણો હેઠળ અસહકાર આપ્યો છે તેમનો પણ અમે અભાર માનીએ છીએ. હજુ થોડાક મુત્થીભર જ્ઞાતિજનો જ્ઞાતિના પાણીને ડહોળવા નું કામ કરી રહેલ છે, સમયના વહેણ સાથે અસ્પૃશ્યતા માંથી બહાર આવવાની તાતી જરૂર છે. અસહકાર-વિરોધી પ્રચાર બંધ કરી જ્ઞાતિ હિતને મહત્વ આપવાની જરૂર છે. અમે આવા બાલાર્કોણે પણ બાલામાંતા સદબુદ્ધી આપે તેવી પ્રાથના કરીએ છીએ.

સંસ્થા શિક્ષણ-સામાજીકરણ-જ્ઞાતિ હિત –વિદ્યાર્થીઓ-આર્થિક નબળા જ્ઞાતિજનો માટે કાર્ય કરવા માટે છે જેમાં સંસ્થા માટે કોઈપણ જ્ઞાતિજન અસ્પૃશ્ય છેજ નહિ. સંસ્થા માટેની સુગ્માંનથી બહાર આવવાની અને કાયદાકીય સુજ મેળવવાની જરૂર છે. તોજ સંસ્થાઓ તાકી શકશે. અહમ-ઈર્ષા –મમત્વ –અજ્ઞાનતા – રૂઢિચુસ્તતા તથા ધર્માંધતા ણે તમારા જીવનમાંથી મુક્ત કરી સમાજસેવા માટે વિચારશો તો ચોક્કસ બાલામાતા આપ પર કૃપા કરશે. નહીતર તે તમારી પર કોપાયમાન બનશે. મારું-તમારું વિચારવાને બદલે આપણું વિચાવાથી જ સત્ય સુધી જી શકાય. બાકી સત્ય સામે કાદવ ઉચાલ્વાથી સૂર્ય કડી ઢંકાતો નથી તે સમજવાની અને સહકાર ની જરૂર છે. ઘણાએ સંસ્થાને તેમજ જ્ઞાતિને ઘનુજ નુકશાન કર્યું છે અને નુકશાન કરીને જ્ઞાતિ ણે દુઃખી પણ કરેલ છે. હવે જ્ઞાતિજનોની સહનશક્તિની હદ આવી ગઈ છે.

વસ્તીપત્રકમાં ઘણી ભૂલો થયેલ છે, જેને અમે અથાગ પ્રયત્નથી સુધારવા પ્રયત્ન કરેલ છે. આ વસ્તીપત્રક દરમ્યાન ઘણા ગુજરી ગયેલ છે, ઘણાનો જન્મ થયેલ છે, ઘણા ના લગ્ન થયેલ છે, ઘણાના સરનામાં બદલાયેલ છે, ઘણા ની જન્મતારીખ માહિતી ડીટીપી માં ખોટી છપાયેલ હશે તો આપને અમારી નમ્ર અરજ છે આ ભૂલોને માફ કરી જો આપ અમને પત્ર દ્વારા અથવા ઈમૈલ દ્વારા જન કરશો તો અમે વેબસાઈટ પર ચોક્કસ સુધારીશું.

ઘણાંજ સંપન્ન જ્ઞાતિજનો પોતાનું ધન જ્ઞાતિ હિત માટે વાપરે અને આર્થિક નબળા જ્ઞાતિજનોને મદદ કર્શેતો તે બાલામાતાની સાચી સેવા કરેલ છે તેમ હું માનું છું. તમારી પાસે ગાડી-બંગલો-ધન હોવાથી આપ પ્રતિષ્ઠિત છો અથવા તો ટ્રસ્ટી હોવાથી આપ પ્રતિષ્ઠિત છો તે સંકુચિતતા માંથી બહાર આવવાની જરૂર છે.

હે બાલામાતા, અમે તમારી શરણે છીએ. અમે એવું કામ કરીએ કે જેથી સમાજના દરેક જ્ઞાતિજનોને અમારા કર્યાનો લાભ મળે, અમે કોઈપણ સંસ્થાના પાયા તૂટે તેવું ઈચ્છતા નથી, પણ બધાનાં પાયા મજબુત થાય તેવું ઈચ્છીએ છીએ આવો આપણે સાથે મળીને સમાજ નવ રચના કરી જ્ઞાતિના ઉત્કર્ષ માટે વિચારીએ અને ઈર્ષા-ભેદભાવ છોડી બાલાર્ક મય બનીએ. યાદ રાખો બાલા માતા, “વલાદ” આપણી કુળદેવી છે. તેનું ઐતિહાસિક મહત્વ છે. જેથી આપણે સાથે મળીને આ કુળદેવીનું ઐતિહાસિક મહત્વ જળવાય તેવો નિર્ધાર કરીએ તેજ બાલામાતા ની સાચી સેવા છે.

Website
www.balarksevasamiti.com
www.balarkgaurav.com
chandrakantbhatt15@gmail.com

પ્રમુખ સ્થાને થી

02

01