બાલા માતા આરતી

જય બાલા માતા, શ્રી જય બાલા માતા
આધ્યા શક્તિ અલૌકિક,
સુખ શાંતિ દાતા, જય બાલા માતા

Balark Seva Samiti

કુળદેવી સાક્ષાત, સમયસર વ્યાપિ, માં સમયસર વ્યાપિ
ત્રિભુવન ધારણ મૈયા, ધારણ શક્તિ માં….જય બાલા માતા….૧
જો બળ તનયા આપ અકલિત દિવ્ય કળા, માં અકલિત દિવ્ય કળા
તપસી તેજોમય, સકલ પદાર્થ માં…જય બાલા માતા….૨
પ્રાણ પ્રતિષ્ઠા રૂપ ઘટ ઘટ માં વાસે, માં ઘટ ઘટ માં વાસે,
અંતર્યામી અંબા, નવ તવ રંગે માં….જય બાલા માતા….૩
અપાર સિધ્ધિ રૂપ અક્ષય ગતિ વૃદ્ધિ, માં અક્ષય ગતિ વૃદ્ધી,
મનવા છીત અભિલાષા, પૂર્ણ વિધાત્રી માં…જય બાલા માતા….૪
બ્રહ્માંડે ભલીભાત, અનુપમ અખંડ જ્યોતિ, માં અનુપમ અખંડ જ્યોતિ,
અમૃત ભર સંસ્કૃતિ ની પૂર્ણ પ્રસાદી માં…જય બાલા માતા….૫
યક્ષે યક્ષ સ્વરૂપે એકજ ગ્રહ શાંતિ રૂપે, માં ગ્રહ શાંતિ રૂપે,
સપ્તપદે સાવિત્રી, સતીત્વભાવે માં…જય બાલા માતા….૬
અહિંસા પ્રેમ સનાતન ધર્મ નીતિ નિયમે, માં ધર્મ નીતિ નિયમે,
નિશ્ચય સંકલ્પે બલ, સ્વર્ગે પ્રતીતિ માં…જય બાલા માતા….૭
બાલાપુર નીવાસિત અવિનાશે બાલે, માં અવિનાશે બાલે,
સોમ નવે તવ ચરણે, બાલ નામે તવ ચરણે, જય વરતાવો માં… જય બાલા માતા….૮

જય બાલા માતા, શ્રી જય બાલા માતા
આધ્યા શક્તિ અલૌકિક,
સુખ શાંતિ દાતા, જય બાલા માતા